૨૨ વર્ષની સોઇર્સ કેનેડીનું મોત

Wednesday 07th August 2019 09:03 EDT
 

ન્યૂ યોર્કઃ અમેરિકાના પૂર્વ એટર્ની જનરલ રોબર્ટ એફ કેનેડીની ૨૨ વર્ષની પૌત્રી સોઇર્સ કેનેડીનું મૃત્યુ તે કેનેડી કુટુંબમાં સર્જાયેલી છેલ્લી કરુણાંતિકા છે. કેનેડી કુટુંબનો અત્યાર સુધીનો ઇતિહાસ હત્યા અને કૌભાંડોથી ખદબદે છે. દેખીતી રીતે તો ચોથીએ બપોરે સોઇર્સ કેનેડીનું મૃત્યુ પોતાના કૌટુંબિક ઘરના સંકુલમાં વધુ પડતો શરાબ પી જવાથી થયું હોવાનું તારણ મળ્યું હતું. વધુ પડતો શરાબ પી ગયાની શંકા સાથે તબીબોને ફોન થતાં તેઓ બપોરે અઢી વાગ્યા આસપાસ પહોંચ્યા ત્યારે જોયું કે દર્દીને હૃદયરોગનો હુમલો આવ્યો છે. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter