૨૪ કલાકમાં કમલા હેરિસે રૂ. ૧૦ કરોડ એકઠા કર્યા

Thursday 24th January 2019 05:56 EST
 
 

વોશિંગ્ટનઃ પ્રથમ ભારતીય અમેરિકી સેનેટર કમલા હેરિસે ૨૦૨૦માં યોજાનારી રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે રાષ્ટ્ર પ્રમુખની દાવેદારીની ઘોષણા કર્યાના ૨૪ કલાકમાં ૧૫ લાખ ડોલરથી વધુ રકમ એકઠી કરી લીધી છે. કમલાએ અમેરિકી પ્રમુખપદની ચૂંટણી માટે ટ્રમ્પ સામે દાવેદારીની જાહેરાત કરી. તેમણે કહ્યું કે તેઓ એવા દિવસે દાવેદારીની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે કે જ્યારે અમેરિકા મહાત્મા ગાંધીથી પ્રેરિત માર્ટિન લ્યુથર કિંગ જુનિયર દિવસનો જશ્ન મનાવી રહ્યું છે. મીડિયા રિપોટસ મુજબ હેરિસે એબીસીના ‘ગુડ મોર્નિંગ અમેરિકા’ કાર્યક્રમમાં જાહેરાત કર્યાના ૨૪ કલાકની અંદર ૩૮ હજાર દાતાઓએ તેમના અભિયાન માટે ૧૦.૬૯ કરોડ રૂપિયા આપ્યા. હેરિસે ટ્વિટ કરીને કહ્યું, તમારો આભાર, અમે ૨૪ કલાકમાં ૧૦.૬૯ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter