૪૦ હજાર વિદેશી ડોક્ટર, નર્સને ગ્રીનકાર્ડની ભલામણ

Tuesday 12th May 2020 15:51 EDT
 

વોશિંગ્ટન: અમેરિકન સાંસદોને ૪૦ હજાર વિદેશી ડોક્ટર-નર્સોને ગ્રીનકાર્ડ આપવા ૧૦મી મેએ સંસદમાં એક બિલ રજૂ કર્યું હતું. આરોગ્ય ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરવા લવાયેલું આ બિલ જો કાયદાનું રૂપ લેશે, તો તેનાથી મોટી સંખ્યામાં એ ભારતીયોને ફાયદો થશે, જેમની પાસે પહેલેથી જ એચ૧બી કે જે-૨ વિઝા છે. ધ હેલ્થકેર વર્કફોર્સ રેસિલિયન્સ એક્ટ નામના આ બિલથી એ ગ્રીન કાર્ડ જારી કરી શકાશે. જેમને થોડા વર્ષો પહેલા કોંગ્રેસે મંજૂરી આપી હતી. પરંતુ તેમને અપાયા ન હતા. આ બિલથી કોરોના મહામારી દરમિયાન ૧૫ હજાર ડોક્ટર અને ૫ હજાર નર્સને ગ્રીન કાર્ડ જારી કરાશે. જેથી હેલ્થ પ્રોફેશનલોની અછત ન સર્જાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter