૯/૧૧ની વરસીએ જર્મનટાઉનમાં ૯.૧૧ વાગ્યે બાળકીનો જન્મ

Thursday 19th September 2019 05:24 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં ૯/૧૧ના આતંકી હુમલાની વરસીના દિવસે આમ તો ઘણા બાળકો જન્મ્યા હશે પણ જર્મનટાઉનની હોસ્પિટલમાં ૧૧મી સપ્ટેમ્બરે રાત્રે ૯.૧૧ વાગ્યે એક બાળકીનો જન્મ થયો. તેનું વજન ૯ પાઉન્ડ ૧૧ ઔંસ (૪.૪ કિલો) છે. બાળકીની માતા કેમેટ્રિયન અને પિતા જસ્ટિન બ્રાઉનનું કહેવું છે કે તેમના માટે આ દીકરીનો જન્મ ચમત્કારથી ઓછું નથી. તેનું નામ ક્રિસ્ટિનિયા રખાયું છે. હોસ્પિટલની મહિલા સેવા વિભાગની હેડ રશેલ લોફલીએ કહ્યું કે, તે ૩૫ વર્ષથી અહીં કામ કરે છે. પહેલી વાર જન્મતારીખ અને વજનના આંકડા વચ્ચે આવો સંયોગ જોયો. અમેરિકામાં ૨૦૦૧થી ૧૧ સપ્ટેમ્બરે આતંકી હુમલામાં ૩ હજાર લોકો માર્યા ગયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter