અડધી મિનિટમાં ઝાડ પર ચઢી જતી બાઇક

Friday 05th July 2019 14:49 EDT
 
 

મેન્ગલોરઃ ફળો તોડવા માટે નારિયેળ અને સોપારીનાં ઊંચાં વૃક્ષો પર ચઢવાનું બહુ મુશ્કેલ હોય છે. આથી જ તાલીમ લઇને ઝાડ પર ચઢવાની પ્રેકિટસ કરતા લોકોની ડિમાન્ડ પણ ઘણી મોટી હોય છે. જોકે કર્ણાટકના એક ખેડૂતે જાતે જ નારિયેળી પર ચડી શકાય એવી અનોખી બાઇક બનાવી છે. મોટા ભાગે સાઉથના વિસ્તારોમાં જે મશીન હોય છે એ ગરગરડી જેવું હોય છે જે નીચે ઉભેલા માણસો દ્વારા ઓપરેટ થાય છે.

જોકે મેન્ગલોરમાં રહેતા ગણપતિ નામના ખેડૂતે પેટ્રોલથી ચાલતી લિટરલી મિની બાઇક જ તૈયાર કરી છે. જેમાં કોઇ વ્યકિત એકલપંડે પણ સેફ્ટી સાથે ચડ-ઉતર કરી શકે છે. સામાન્ય રીતે એક માણસને કોઇ સાધન વિના ઝાડ પર ચડતાં જ ૭થી ૮ મિનિટ લાગે છે, પણ આ મિની બાઇક તમને માત્ર ૩૦ સેકન્ડમાં ઝાડની ટોચે પહોંચાી દે છે. આ બાઇક એક લીટર પેટ્રોલમાં ૮૦ ઝાડ પર ચડ-ઉતર કરી શકે છે. માત્ર ર૮ કિલોનું વજન ધરાવતી
બાઇક ૮૦ કિલો જેટલું વજન ખમી શકે છે.
વરસાદના દિવસોમાં સોપારી અને નારિયેળનાં વૃક્ષો પર કીડા લાગવાની સંભાવના વધી જાય છે. આથી એના પર જંતુનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી બને છે. આમ દવા છાંટવાથી લઇને ફળો ઉતારવા સુધીના કામમાં આ મિની બાઇક કામ આપે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter