આ બહેન સાત મહિનાથી તેમનું દિલ બેગમાં લઇને ફરે છે

Friday 12th January 2018 06:21 EST
 
 

લંડનઃ આ યુવતીનું નામ સેલવા હુસૈન છે અને તે બ્રિટનની પ્રથમ મહિલા છે જે પોતાની પીઠ પર હૃદય લઇને હરેફરે છે. ૩૯ વર્ષની સેલવા ૨ બાળકની માતા છે. તેનું હાર્ટ ૭ મહિના અગાઉ ફેઇલ થઇ ગયું. ડોક્ટરોએ તેમનું નેચરલ હાર્ટ કાઢીને કૃત્રિમ હાર્ટ લગાવ્યું અને તેનું મેઇન યુનિટ પીઠ પર બેગમાં રહે છે. યુનિટમાં બે બેટરી, એક મોટર અને એક પંપ છે. તે કૃત્રિમ હાર્ટમાં લાગેલા બે બલૂનમાં ટ્યૂબ દ્વારા હવા મોકલે છે. તે નેચરલ હાર્ટની ચેમ્બર્સની જેમ કામ કરે છે. તેનાથી સેલવાના શરીરમાં લોહી ફરતું રહે છે અને હૃદય ધબકતું રહે છે. ૭ કિલો વજનની બેગમાં સેકન્ડ યુનિટ પણ સ્ટેન્ડબાય છે. પહેલું યુનિટ બંધ થાય તો બીજું ૯૦ સેકન્ડમાં કનેક્ટ કરવું જરૂરી છે. નહીંતર મૃત્યુ થઇ જાય. આ ડિવાઇસની કિંમત આશરે ૭૪ લાખ રૂપિયા છે. 

ઉલ્લેખનીય છે કે ૨૦૧૧માં ૫૦ વર્ષની એક વ્યક્તિને આવું કૃત્રિમ હૃદય લગાવાયું હતું. બે વર્ષ પછી તેમની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ. તેઓ અત્યારે સ્વસ્થ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter