નો કાસ્ટ, નો રિલિજિયન, નો ગોડ

Saturday 20th July 2019 06:01 EDT
 

ટોહાનાઃ હરિયાણાના ટોહાના ગામના રવિએ પોતાને નાસ્તિક કહેવડાવવા કોર્ટની મદદથી અધિકાર મેળવ્યો છે. રવિ હવે સત્તાવાર રીતે ‘નાસ્તિક’ તરીકે ઓળખાશે. રવિએ ‘નો કાસ્ટ, નો રિલિજિયન, નો ગોડ’ સર્ટિફિકેટ મેળવ્યું છે. ૨૦૧૭માં રવિએ પોતાનું નામ બદલવા ફતેહાબાદ કોર્ટમાં કેસ કર્યો હતો અને બે વર્ષના કાનૂની જંગ બાદ તેને નામ સાથે નાસ્તિક લખાવાની મંજૂરી મળી ગઈ છે. રવિના વકીલે જણાવ્યું કે, ‘નો કાસ્ટ, નો રિલિજિયન, નો ગોડ’ સર્ટિફિકેટ માટે સ્થાનિક સત્તાધીશોએ અસમર્થતા દર્શાવી તો અમે કોર્ટમાં પહોંચ્યા હતા.
રવિના વકીલ કહે છે કે આ પ્રમાણપત્ર ઇસ્યુ કરતાં પૂર્વે તમામ દસ્તાવેજોની બારીકાઇથી ચકાસણી કરાઇ હતી. આ પછી ખાતરી કરાઇ કે તેનો કોઇ ક્રાઇમ રેકોર્ડ છે કે નહીં? રવિને બીજા દેશો સાથે સંબંધો છે કે નહીં? ઉપરાંત તે પ્રમાણપત્રનો દુરુપયોગ કરશે કે કેમ તે બાબત પણ તપાસ કરાઇ હતી. તમામ બાબતોથી સંતુષ્ટ થયા બાદ રવિને આ અનોખું સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ મેળવીને ખુશખુશાલ રવિ કહે છે કે ‘હું નથી ઇચ્છતો કે મારી ઓળખાણ કોઈ ધર્મ, જ્ઞાતિ કે વર્ગથી થાય. તેથી મેં આ સર્ટિફિકેટ બનાવડાવ્યું છે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter