૧૧ વર્ષનો ટેણિયો ઈજનેરીના વિદ્યાર્થીઓને ભણાવે છે!

Thursday 01st November 2018 07:51 EDT
 
 

હૈદરાબાદઃ સાતમા ધોરણમાં ભણતો હૈદરાબાદનો મોહમ્મદ હસન અલી તેનાથી બમણી ઉંમરના સ્ટુડન્ટ્સને ભણાવે છે. હસન અલી સિવિલ, મિકેનિકલ અને ઇલે. એન્જિ.ના સ્ટુડન્ટ્સને કોઈ ફી લીધા વિના ડિઝાઇન અને ડ્રાફ્ટિંગ શીખવે છે. તે વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં એન્જિનિયરિંગના એક હજાર સ્ટુડન્ટ્સને ભણાવવા ઇચ્છે છે.

હસન અલીએ એક ન્યુઝ એજન્સીને જણાવ્યું, હું છેલ્લા ૧ વર્ષથી ઇન્ટરનેટ પરથી બધું શીખીને એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સને ભણાવું છે. તેમની પાસેથી કોઈ ફી નથી લેતો, કેમ કે હું મારા દેશ માટે કંઈક કરવા ઇચ્છું છું. સવારે સ્કૂલે જાઉં છું અને બપોરે ત્રણ વાગ્યે ઘરે આવ્યા બાદ થોડો સમય રમું છું, હોમવર્ક કરું છું. ૬ વાગ્યે કોચિંગ ક્લાસમાં ભણાવવા જાઉં છું. તેણે એક વીડિયોથી પ્રભાવિત થઈને તેનાથી બમણી ઉમરના સ્ટુડન્ટ્સને ભણાવવાનું નક્કી કર્યું. તેનું માનવું છે કે મોટાભાગના ભારતીય એન્જિનિયર્સ ટેકનિક અને સ્કિલથી સારી રીતે વાકેફ નથી. તેને ડિઝાઇનિંગમાં રસ હોવાથી તે પહેલા ડિઝાઇનિંગ-ડ્રાફ્ટિંગ શીખ્યો અને પછી તે ભણાવવાનું શરૂ કર્યું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter