૮ વર્ષનો ટેણિયો યુ-ટ્યૂબ પર કાર ચલાવવાનું શીખ્યો, ચાર વર્ષની બહેનને બર્ગર ખાવા લઈ ગયો

Friday 21st April 2017 07:14 EDT
 
 

ઓહિયો (પૂર્વ પેલેસ્ટાઇન)ઃ પૂર્વ પેલેસ્ટાઇનના ઓહિયોમાં રવિવારે એક ચોંકાવનારી ઘટના બની. એક આઠ વર્ષનો છોકરો પોતાની ચાર વર્ષની બહેનની સાથે કાર ચલાવીને ચીઝ બર્ગર ખાવા મેકડોનાલ્ડ્સ પહોંચી ગયો. ખાસ વાત છે કે તેણે જાતે અઢી કિલોમીટર સુધી ડ્રાઇવિંગ કર્યું. રસ્તામાં ટ્રાફિક નિયમો પણ ફોલો કર્યા. ક્યાંય પણ રેડ લાઇટ ન તોડી. છોકરાએ યુ-ટ્યૂબ પર વીડિયો જોઇને ડ્રાઇવિંગ કરવાનું શીખ્યું છે એટલું નહીં બંનેએ પોતપોતાના ગલ્લા તોડીને બર્ગર માટે પૈસા ભેગા કર્યાં હતાં.
છોકરો જ્યારે ગાડીની ચાવી લઇને નીકળ્યો તે વખતે તેમનાં પેરન્ટ્સ ઘરમાં ઊંઘી રહ્યા હતાં. મેકડોનાલ્ડ્સના કર્મચારીઓની તેમના પર તે વખતે નજર પડી કે જ્યારે તેઓ કારને પાર્કિંગમાં પાર્ક કરી રહ્યા હતા. તેઓએ તરત જ પોલીસને જાણ કરી. પોલીસ તરત રેસ્ટોરાં પહોંચી.
પોલીસ અધિકારી જેક કોહેલર કહે છે કે, મેં છોકરાને પૂછ્યું કે તમે અહીં કેમ આવ્યા તો કહે કે હું અને મારી બહેન ચીઝ બર્ગર ખાવા માગતા હતા તેથી અહીં આવ્યા. મેં પૂછ્યું કે, કાર કોની છે? તો કહે કે, ડેડની છે. કોહેલર કહે છે કે મેં તેને ફરી ફરીને પૂછ્યું કે, કાર ચલાવવાનું કેવી રીતે શીખ્યો? તો છોકરાએ કીધું કે યુ-ટ્યૂબ પરથી ઘણા બધા વીડિયો જોઇને હું ડ્રાઇવિંગ શીખ્યું છે.
કોહેલરે જણાવે છે કે, જ્યારે મને માહિતી મળી તો લાગ્યું કે મારી સાથે મજાક થઈ છે, પરંતુ મેકડોનાલ્ડ્સ પહોંચ્યા પછી જણાયું કે આ તો ખરેખરી ઘટના છે. હું ભાઇ-બહેનને જોઇને સ્તબ્ધ હતો. છોકરાએ બધી ટ્રાફિક લાઇટ્સ અને લો ફોલો કર્યાં હતાં. તેણે રસ્તામાં એક પણ જગ્યાએ ટક્કર મારી નથી. કુલ ૨.૪ કિમીની સફર પૂરી કરી હતી. તેમાં ચાર ઇન્ટરસેક્શન, રેલવે ટ્રેક અને ઘણા ટર્ન હતા. ભગવાનના સોગંદ, હું બે વર્ષથી પેટ્રોલમેનની ડ્યૂટી કરું છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, હું પોતાના કરિયરમાં ક્યારેય આવી કોઇ ઘટના જોઇશ. જોકે, છોકરો જ્યારે રેસ્ટોરાં પહોંચ્યો તો તેનાં પેરેન્ટ્સના એક ફ્રેન્ડ મળી ગયા. તેમણે ઘરે કોલ કરીને આની જાણ કરી દીધી. બંનેએ ચીઝ બર્ગર અને ચિકન નગેટ્સ ખાધા. ત્યાર પછી તેમણે પેરેન્ટ્સના આવવા સુધી ત્યાં રાહ જોઇ. પછી તેમની સાથે ઘરે જતા રહ્યા. પોલીસે મામલામાં કોઇ કેસ નોંધ્યો નથી. પેલેસ્ટાઇનમાં ઘટનાની બહુ ચર્ચા છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી