ઓબામાની પુત્રી માટે કેન્યાથી માગુ આવ્યું

Thursday 28th May 2015 07:38 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા પાસે કેન્યાથી એક વિચિત્ર પ્રસ્તાવ આવ્યો છે. નાઈરોબીના એક વકીલ ફેલિક્સ કિપરોનોએ કહ્યું છે કે જો ઓબામા પોતાની મોટી દીકરી માલિયા સાથે તેનાં લગ્ન કરાવી દે તો બદલામાં તે તેમને ૫૦ ગાય, ૭૦ ઘેટાં અને ૩૦ બકરીઓ આપવા માટે તૈયાર છે. નાઈરોબીના એક અખબારે કિપરોનોના પ્રસ્તાવને છાપ્યો છે. તેમાં કિપરોનોની ઉંમર તો નથી જણાવી, પરંતુ તેમાં જણાવ્યયું છે કે, તે ઘણા લાંબા સમયથી ઓબામાની ૧૬ વર્ષની દીકરી માલિયા સાથે લગ્ન કરવાનું સ્વપ્ન જોઇને બેઠો છે. તેણે કહ્યું હતું કે, મને તેના ( માલિયા ) પ્રત્યે વર્ષ ૨૦૦૮માં પ્રેમ જાગ્યો હતો. આજ સુધી મેં કોઇને ડેટ નથી કરી. હું વચન આપું છું કે તેના પ્રત્યે વફાદાર રહીશ. તેનો દાવો છે કે પ્રસ્તાવ માત્ર સમાચારો માટે નથી. આગામી જુલાઈમાં ઓબામાના કેન્યા પ્રવાસ દરમિયાન તે રાષ્ટ્રપતિને મળીને તેમની સમક્ષ આ પ્રસ્તાવ રજૂ કરશે. તેના અનુસંધાનમાં હું ઓબામાને પત્ર લખી રહ્યો છું એ કહેવા માટે કે કેન્યા પ્રવાસે તે માલિયાને પણ પોતાની સાથે લાવે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter