ટાન્ઝાનિયાના વિકાસમાં ફાળો આપનારા મલ્ટિ-મિલ્યનેર્સ

Friday 23rd March 2018 07:43 EDT
 
 

ઈસ્ટ આફ્રિકામાં આવેલા ટાન્ઝાનિયાએ તેના ઉભરતા અર્થતંત્ર સાથે ખૂબ વિકાસ કર્યો છે.  તે પ્રદેશના તમામ દેશોને ટાન્ઝાનિયાએ પાછળ પાડી દીધા હતા. આ અપ્રતિમ વિકાસનો યશ દેશમાં હજુ પણ નોંધપાત્ર યોગદાન આપી રહેલા કેટલાંક બિઝનેસ સમ્રાટોને ફાળે જાય છે. આ તમામ બિઝનેસમેનોએ તેમના પરસેવા અને મહેનતથી મલ્ટિ મિલિયન/બિલિયન ડોલરનું સામ્રાજ્ય ઉભું કર્યું છે.   

મોહમ્મદ દેવજી઼

૧.૩ બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે દેવજી એક સફળ બિઝનેસમેન રહ્યા છે. તેમણે યુગાન્ડા સરકારની માલિકીના કેચલાક પ્રોડક્શન પ્લાન્ટ્સની માલિકી મેળવી હતી. METL ગ્રૂપની ૭૫ ટકા માલિકી સાથે ૪૨ વર્ષીય મોહમમ્દ દેવજીને ૫૦ રિચેસ્ટ આફ્રિકન્સ ૨૦૧૭ની યાદીમાં સૌથી યુવાન બિલિયોનેર તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.

•••

શેખર કાનાબાર

૩૫ વર્ષીય શેખર કાનાબાર લીડ ઉત્પાદન, બેટરી રિસાયકલિંગ અને ઓટોમોટિવ સ્પેર પાર્ટ્સમાં ૫૦ વર્ષ જૂના પારિવારિક ટાન્ઝાનિયન કોંગ્લોમરેટના સિનર્જી ગ્રૂપના સીઈઓ છે. તેમના પિતાજીએ ૧૯૬૦માં કાપડના ટ્રેડિંગ બિઝનેસ તરીકે કેની શરૂઆત કરી હતી. આ બિઝનેસ ૧૫૦થી વધુ કર્મચારીઓ અને લાખો ડોલરની આવક સાથે દેશની સૌથી મોટી મલ્ટિ કંપની એન્ટરપ્રાઈઝ પૈકીનો એક બન્યો છે.  

•••

રૂસ્તમ અઝીઝી

કેસ્પિયન માઈનિંગ સહિત વિવિધ કંપનીઓના ૫૩ વર્ષીય માલિક રૂસ્તમ અઝીઝી દેશના સૌ પ્રથમ બિલિયોનેર બન્યા હતા. ફોર્બ્સ મુજબ તેઓ દેશની સૌથી મોટી મોબાઈલ કંપની વોડાકોમ ટાન્ઝાનિયામાં લગભગ ૧૮ ટકાની માલિકી ધરાવે છે. આ કંપનીના ૧૫ મિલિયન ગ્રાહકો છે. અગાઉ, કેવેલરી હોલ્ડિંગ્સ દ્વારા તેઓ કંપનીના ૩૫ ટકા માલિક હતા. જોકે, તેમણે વોડાકોમ ગ્રૂપ ઓફ સાઉથ આફ્રિકાને અંદાજે ૨૫૦ મિલિયન ડોલરમાં ૧૭.૪ ટકા શેર્સ વેચી દીધા હતા. તેમની સંપત્તિ ૧ બિલિયન ડોલર છે.

•••

સુભાષ પટેલ

મોટિસન ગ્રૂપના સ્થાપક અને ચેરમેન સુભાષ પટેલે માત્ર બે દાયકાના ગાળામાં મલ્ટિ મિલિયન ડોલરનું ગ્રૂપ બનાવ્યું છે. તેમના ગ્રૂપમાં ૧૫થી વધુ કંપનીઓ છે અને તેનું સ્ટીલ, માઈનિંગ, સિમેન્ટ, પ્લાસ્ટિક, પેઈન્ટ્સ, એફએમસીજી, ફૂડ પ્રોસેસિંગ, હોસ્પિટાલિટી, કન્સ્ટ્ર્કશન અને કેબલમાં લાખો ડોલરનું રોકાણ છે. તેઓ ટાન્ઝાનિયા, ઝામ્બિયા, યુગાન્ડા અને મોઝામ્બિકમાં ગ્રૂપના રોકાણ અને વિસ્તરણના વડા છે. તેઓ કેટલીક ચેરિટેબલ પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છે. મોટિસન ગ્રૂપ ઝાંઝીબારમાં સી ક્લિફ રિસોર્ટ અને દારે સલામમાં હોટલ વ્હાઈટ સેન્ડ્સ સહિત ટાન્ઝાનિયાની કેટલીક શ્રેષ્ઠ હોટલો અને રિસોર્ટની માલિકી ધરાવે છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter