દક્ષિણ આફ્રિકાના શાસક પક્ષે જન સમર્થન મેળવવું જ પડશેઃ સીરિલ રામાફોસા

Wednesday 12th January 2022 06:20 EST
 
 

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામાફોસાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના કૌભાંડોમાં સંડોવાયેલા અને જૂથવાદને લીધે વિભાજીત થયેલા શાસક પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) એ ફરીથી લોકોનું સમર્થન મેળવવા કામ કરવું જ પડશે. ૮ જાન્યુઆરીએ ANCના ૧૧૦મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે રામાફોસાએ જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાને લોકશાહી હાંસલ કરવામાં મદદરૂપ થનાર નેલ્સન મંડેલાના પક્ષે તેના મતદારોનું સમર્થન ગુમાવ્યું છે તે દુઃખદ છે.

તેમણે ઉમેર્યું કે ANCનું સંગઠન બિસ્માર હાલતમાં છે તે વાસ્તવિકતા આપણે સ્વીકારવી જ જોઈએ અને તેને સુધારવા કામ કરવું પડશે. કોરોનાને લીધે જાહેર મેળાવડામાં ૨,૦૦૦ લોકોને એકઠાં થવાની પરવાનગીને લીધે આ કાર્યક્રમમાં માત્ર ૨,૦૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ૧૯૧૨માં શ્વેત લઘુમતી શાસનનો વિરોધ કરવા અને અશ્વેત સાઉથ આફ્રિકન્સને સંપૂર્ણ લોકશાહી અધિકારોના અભિયાન માટે ANCની સ્થાપના કરવામાં આવી હતી.        

પક્ષના ટોચના કેટલાંક અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરીને કેવી રીતે લાભ મેળવ્યો હતો તે સરકાર સમર્થિત ન્યાયિક તપાસમાં બહાર આવ્યું તેના થોડાં દિવસ પછી ઉત્તર લીમ્પોપો પ્રાંતમાં પોલોક્વાને ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.  
ANC બે ભાગમાં વહેંચાયેલી છે. એક જૂથમાં હાલના પ્રમુખ રામાફોસાના સમર્થકો અને બીજામાં ૨૦૧૮માં પોતાનો હોદ્દો છોડ્યા પછી કાનૂની લડાઈમાં ફસાયેલા ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાના વફાદારો છે. ૧૯૯૪માં દેશમાં પહેલી વખત લોકશાહી પદ્ધતિએ ચૂંટણી યોજાઈ હતી ત્યારે ANC સત્તા પર આવી હતી અને મંડેલા પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા હતા.
જોકે, છેલ્લાં કેટલાંક વર્ષમાં પક્ષના સમર્થનમાં ઘટાડો થયો છે. અને ગયા ઓક્ટોબરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી નબળા દેખાવમાં તેને ૫૦ ટકા કરતાં ઓછાં મત મળ્યા હતા.  
કોરોનાને લીધે જાહેર મેળાવડામાં ૨,૦૦૦ લોકોને એકઠાં થવાની પરવાનગીને લીધે આ કાર્યક્રમમાં માત્ર ૨,૦૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ૧૯૧૨માં શ્વેત લઘુમતી શાસનનો વિરોધ કરવા અને અશ્વેત સાઉથ આફ્રિકન્સને સંપૂર્ણ લોકશાહી અધિકારોના અભિયાન માટે ANCની સ્થાપના કરવામાં આવી હતી.        
આ વર્ષે ANCની રાષ્ટ્રીય ચૂંટણીલક્ષી પરિષદ યોજાવાની છે તેમાં રામાફોસા બીજી ટર્મ માટે પક્ષના નેતા બનવા ઉમેદવારી કરશે તેમ મનાય છે. પરંતુ, હજુ પણ ઝૂમા પ્રત્યે વફાદારો તરફથી તેઓ વિરોધનો સામનો કરી રહ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter