નાઇજિરિયામાં ટેન્કર અકસ્માતમાં ૩૭ લોકોનાં મોતઃ

Wednesday 03rd June 2015 07:26 EDT
 

નાઈજિરિયામાં ડ્રાઇવરે એક પેટ્રોલ ટેન્કર પરનું નિયંત્રણ ગુમાવતાં તે સીધું જ એક બસ સ્ટેશનમાં ધસી ગયું અને આગની જ્વાળાઓમાં લપેટાયું હતું. આ ઘટનામાં ૩૭ લોકોના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઓનિસ્થા વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં ટેન્કર બસ સ્ટેશનના પાર્કિંગમાં ઘૂસી ગયા બાદ વિસ્ફોટ થયો હતો. ડ્રાઇવરે ટેન્કર પરથી શા માટે અંકુશ ગુમાવ્યો એ અંગેની માહિતી તાત્કાલિક મળી શકી નથી. આ ઘટનામાં ડઝનબંધ બસ અને અન્ય વાહનો પણ સળગી ગયા હતા. નાઇજિરિયામાં માર્ગો પર અનેક ખાડા હોય છે અને તેના કારણે આવા અકસ્માતો અવારનવાર થતા રહે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter