નાઈજીરિયામાં બોંબ વિસ્ફોટથી ૫૭ લોકોના મોત

Tuesday 07th July 2015 14:45 EDT
 

જોસઃ નાઇજીરિયાના જોસ શહેરમાં બે બોમ્બ વિસ્ફોટમાં ૫૭ લોકોનાં મોત થયા છે અને ૭૦થી વધુને ઈજા થઇ છે. આ વિસ્ફોટો નમાજ પઢવા આવેલા લોકોથી ભરેલી મસ્જિદમાં અને અમીર મુસ્લિમોથી ભરેલી શગાલિંકૂ રેસ્ટોરામાં થયા હતા. પોલીસે જણાવ્યા મુજબ મસ્જિદમાં મૌલવીનું પણ મૃત્યુ થયું છે. તેઓ અહીં નમાજ પછી શાંતિનો ઉપદેશ આપતા હતા. જોસ ઉત્તર નાઇજીરિયાના મુસ્લિમ અને દક્ષિણ-નાઈજીરિયાના ખ્રિસ્તી સમુદાયના સંગમસ્થાને વસેલું શહેર છે. લાંબા સમયથી આતંકી સંગઠન બોકોહરામના નિશાન પર આ શહેર છે. જોકે આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને સ્વીકારી નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter