નાણાંકીય ઉચાપત બદલ DRCના ભૂતપૂર્વ વડા પ્રધાન નજરકેદ

Wednesday 21st July 2021 02:47 EDT
 

કિન્હાસાઃ DRCના ભૂતપૂર્વ વડા પ્રધાન ઓગસ્ટીન મટાટા પોન્યોને નાણાંકીય ઉચાપત બદલ  કામચલાઉ ધોરણે નજર કેદ રખાયા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન પર ઝૈરીયાનાઈઝેશનના પીડિતોને વળતર આપવા માટેના નાણાંની ઉચાપત કરવાનો આક્ષેપ છે.
બંધારણીય કોર્ટમાં ગઈ ૧૨ જુલાઈથી પ્રોસિક્યુટર જનરલની ઓફિસમાં તેમના વિરુદ્ધ તપાસ શરૂ થઈ હતી. તેમને ૧૩ જુલાઈથી પોલીસપહેરા હેઠળ નજરકેદ કરાયા હતા. પબ્લિક પ્રોસિક્યુટરની ઓફિસે મટાટા પોન્યો વિરુદ્ધ તપાસ કરવાની સત્તા આપવામાં આવે તેવી કરેલી વિનંતીના પગલે ૫ જુલાઇએ મટાટા પોન્યોને ભૂતપૂર્વ વડાપ્રધાન અને સેનેટર તરીકે મળેલી રાહત ઉઠાવી લેવાઈ હતી.
સંસદના ઉપલા ગ્રુહના પ્રમુખ મોડેસ્ટે બહાતી લુક્વેબોને ૨૪ જૂને મોકલાયેલા તહોમતનામામાં પ્રોસિક્યુટર જનરલે સ્પષ્ટતા કરી હતી કે આ કેસમાં મટાટા પોન્યો શકમંદ છે. ૨૦૧૧માં તેઓ ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં જે લોકો મોબુટુ હેઠળની ઝૈરીયાનાઈઝેશનનાની પ્રોપર્ટીના માલિક હતા તે ૩૦૦ પૂર્વ માલિકોને કોંગોલિઝ સરકારને વળતર આપવાની પરવાનગી અંગે સમજૂતી કરાઇ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter