બોકો હરામ આતંકીઓ દ્વારા ૭૬ વિદ્યાર્થિનીઓ મુક્ત

Thursday 22nd March 2018 08:46 EDT
 

અબુજાતાઃ બોકો હરામના આતંકીઓએ ૧૧૦ વિદ્યાર્થિનીઓનું અપહરણ કર્યું હતું તે પૈકી ૭૬ને મુક્ત કરી હતી. નાઈજિરિયાના માહિતી પ્રધાન લાઈ મોહમ્મદે કહ્યું હતું કે ૭૬ વિદ્યાર્થિનીઓ એવી છે જેમના દસ્તાવેજ પ્રાપ્ત છે. અપહૃત વિદ્યાર્થિનીઓને મુક્ત કરાવવાની કાર્યવાહી ચાલુ છે. આ વિદ્યાર્થિનીઓનું દાપચીમાંથી અપહરણ કરાયું હતું. ૨૧મી માર્ચે વહેલી સવારે આ વિદ્યાર્થિનીઓ પરત ફરી હતી. તેમને સરકાર તેમજ દેશના કેટલાક મિત્રરાષ્ટ્રોની મદદથી મુક્ત કરાવાઈ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter