માઈગ્રન્ટ્સ સામે લીબીયાની કડક કાર્યવાહી

Wednesday 06th October 2021 04:36 EDT
 

ત્રિપોલીઃ પશ્ચિમ લીબિયામાં માઈગ્રન્ટ્સ સામેની કડક કાર્યવાહીમાં સેંકડો મહિલાઓ અને બાળકો સહિત ૪,૦૦૦ લોકોને અટકમાં લેવાયા હતા. ગયા શુક્રવારે આ કાર્યવાહી પશ્ચિમે આવેલા ગાર્ગારેશ ટાઉનમાં હાથ ધરાઈ હતી. ઓથોરિટીએ તેને ડોક્યુમેન્ટ્શન વિનાનું માઈગ્રેશન અને ડ્રગ ટ્રાફિકિંગ સામેનું સિક્યુરિટી કેમ્પેઈન ગણાવ્યું હતું. આ કાર્યવાહીનું નેતૃત્વ કરનારા ગૃહ વિભાગે કોઈ સ્મગલર અથવા હેરફેર કરનારની ધરપકડ કરાઈ હોય તો તેનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter