વેસ્ટ આફ્રિકન બુર્કીના ફાસોમાં ચર્ચની પ્રાર્થનાસભામાં હુમલો

Tuesday 14th May 2019 15:10 EDT
 

ઔગાડૌગુઃ પ. આફ્રિકાના દેશ બુર્કીના ફાસોના ડાબલો શહેરના કેથોલિક ચર્ચની રવિવારની પ્રાર્થનામાં ૧૨મીએ ગોળીબાર થયો હતો. આ હુમલામાં એક પાદરી અને પાંચ પ્રાર્થનાર્થીઓના મોત થયા હતા. સવારે આશરે નવ વાગ્યે ચર્ચમાં ઘૂસી આવેલા હુમલાખોરોને જોઈ લોકોએ ભાગદોડ કરી હતી અને ત્યારબાદ હુમલાખોરોએ ગોળીબાર શરૂ કર્યો હતો. ડાબલોના મેયર ઓસ્મા ઝોંગાએ કહ્યું કે ૨૦થી ૩૦ હુમલાખોરોએ ચર્ચમાં ગોળીબાર કરીને આસપાસ દુકાનો સળગાવી પછી હોસ્પિટલમાં લૂંટ કરી ત્યાંના કર્મચારીઓના વાહનોને આગ ચાંપી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter