સંજુબાબા તાન્ઝાનિયાના વડા પ્રધાનની મુલાકાતે

Thursday 18th November 2021 05:42 EST
 
 

અભિનેતા સંજય દત્ત તાજેતરમાં તાન્ઝાનિયાના વડા પ્રધાન કાસિમ માજાલીવાને મળ્યો હતો. અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર આ પ્રસંગની તસવીરે શેર કરીને વડા પ્રધાન માજાલીવા સાથેની મુલાકાત વિશે જણાવ્યું હતું. આ તસવીરોમાં તે માજાલીવા સાથે વાતચીત કરતો જોવા મળે છે.
સંજુબાબાએ લખ્યું છેઃ કાસિમ માજાલીવાને મળવું મારા માટે સમ્માનીય હતું. તાન્ઝાનિયાના ફિલ્મઉદ્યોગને સહકાર આપવાનો અને આ સુંદર દેશના પર્યટન ઉદ્યોગમાં રોકાણ કરવાનો મને આનંદ છે. ટૂંક સમયમાં ફરી પાછા જવાની આશા. ઉલ્લેખનીય છે કે સંજયની ઝાંઝીબારના એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ટ્વિટના એક દિવસ અગાઉ તેણે ઝાંઝીબાર આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં રોકાણ કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. ઝાંઝીબારના એમ્બેસેડર તરીકે આ સુંદર આઇલેન્ડ સિટીના પર્યટનને વિકસાવવા સરકાર સાથે મળીને મદદ કરવાનો
પણ મને આનંદ છે. દરમિયાન સંજયની ફિલ્મ ‘શમશેરા’ અને ‘કેજીએફ-૨’ રજૂ થવાને
આરે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter