સાઉથ આફ્રિકામાં ભારતીય આફ્રિકન બાળકીનું અપહરણઃ હત્યા

Thursday 31st May 2018 07:25 EDT
 

જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકામાં કાર લૂંટની ઘટના દરમિયાન ૯ વર્ષની ભારતીય આફ્રિકન બાળકીનું અપહરણ કરી હત્યા કરી દેવાઈ હતી. બાળકી સાદિયા સુખરાજ પોતાના પિતા સાથે કારમાં શાળાએ જઈ રહી હતી, ત્યારે ત્રણ હથિયારધારીઓએ તેનો પીછો કર્યો અને બાળકી સહિત કાર લઈને ફરાર થઈ ગયા હતા. તેનો પીછો કરતાં અપહરણકર્તાઓ અને સમુદાયના સભ્યોએ એકબીજા પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન અપહરણકર્તાઓની કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. છોકરી ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. એક અપહરણકારનો પણ મૃત મળી આવ્યો હતો. બાળકીને હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter