અમદાવાદી ‘કિશન’ને અમેરિકન નંદ-યશોદા મળ્યા

Saturday 18th January 2020 01:55 EST
 
 

અમદાવાદઃ અમેરિકાના સાઉથ કેરોલિનામાં રહેતા જ્હોન કાસ્ટિલ અને ક્રિસ્ટન કાસ્ટિલે ભારત સરકારની બાળ દત્તક વિધિની ઓનલાઇન પ્રક્રિયા દ્વારા અમદાવાદના ઓઢવના બાળ સંરક્ષણ ગૃહમાંથી ૩ વર્ષીય કિશનને દત્તક મેળવ્યો છે.
અમેરિકન દંપતીએ બે વર્ષથી ભારત સરકારની દત્તક વિધાન ગાઇડલાઇન ૨૦૧૭ પ્રમાણે બાળક દત્તક લેવાની દરેક પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ૧૧મી જાન્યુઆરીએ કલેકટર કે કે નિરાલાએ વિધિવત રીતે પાસપોર્ટ સાથે કિશનને અમેરિકન દંપતીને સોંપ્યો હતો. અમદાવાદ કલેકટરે જણાવ્યું હતું કે, અમારા માટે ગર્વની વાત એ છે કે, આપણા બાળકને વિદેશી દંપતીએ દત્તક લીધું છે. તેમણે કિશનને સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
કાસ્ટિલ દંપતીએ જણાવ્યું કે, ભારતીય લોકો પ્રેમાળ હોય છે. ભારતમાં વિવિધતામાં એકતા છે જેથી અમે ભારતીય બાળક દત્તક લેવાનું નક્કી કર્યું હતું. કિશનના આવવાથી અમારો પરિવાર પૂર્ણ થયો છે.
ઓઢવ બાળ સંરક્ષણ ગૃહમાં ત્યજી દેવાયેલા કે તરછોડાયેવા આશરે ૨૨ બાળકો છે. તેઓને દત્તક આપવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. દત્તક લેનારનું બેકગ્રાઉન્ડ, નિસંતાન હોવું સહિત અનેક સરકારી પ્રક્રિયા પૂર્ણ કરીને પછી જ બાળકોને દત્તક આપવામાં આવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter