ઇવાન્કાનું સસ્ટેનેબિલિટી પેશન સ્ટેટમેન્ટ

Saturday 29th February 2020 02:30 EST
 
 

અમદાવાદ: પ્રમુખ ટ્રમ્પ સાથે ભારત આવેલી પુત્રી ઇવાન્કાએ પહેરેલા ડ્રેસને તેના સસ્ટેનેબિલિટી ફેશન સ્ટેટમેન્ટ તરીકે ગણાવાયો હતો. ઇવાન્કા જેવા મહાનુભાવો એકનો એક ડ્રેસ બીજી પબ્લિક ઇવેન્ટમાં પહેરતા નથી. પરંતુ તેણે સોમવારે જે કલરફુલ બેબી બ્લ્યૂ એન્ડ રેડ મીડી ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસ પહેર્યો હતો તે જ ડ્રેસ તેણે ૨૦૧૯માં આર્જેન્ટિના મુલાકાત વેળા પહેર્યો હતો. એક જ ડ્રેસ બે જાહેર ઇવેન્ટમાં પહેરવાને ફેશન નિષ્ણાતો સસ્ટેનેબિલિટી ફેશન ગણાવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter