શરીર ઉપર પેટ્રોલ છાંટી યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

Wednesday 10th April 2019 08:18 EDT
 

કડીઃ કડીના સ્ટેશન રોડ સ્થિત ભાગ્યોદય ચોકડી ઉપર છઠ્ઠી એપ્રિલે મધરાતે અચાનક નાની કડીના એક યુવાને સિગારેટ પીતાં પીતાં જાતે શરીરે પેટ્રોલ છાંટીને સિગારેટથી પોતાને  આગ ચાંપી દીધી હતી. યુવાન રોડ ઉપર ભડભડ સળગી ઉઠતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. હાજર લોકોએ તાત્કાલિક યુવાનને શરીરે લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરીને આગને ઓલવી અને દાઝેલા યુવાનને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter