ડમ્પર-પિકઅપ વાહન વચ્ચે અકસ્માતમાં ત્રણનાં મોત

Thursday 03rd January 2019 05:54 EST
 

ગઢશીશા: નખત્રાણા તાલુકાના મંગવાણા ગામથી અંદાજિત ત્રણ કિ.મી. દૂર ૨૮મીએ સાંજે મેટલ ભરેલું ડમ્પર અને માલવાહક પિકઅપ વાહન વચ્ચે અકસ્માત થતાં પિકઅપ વાહનમાં આગ લાગવાના કારણે તેમાં સવાર ત્રણ જણ સ્થળ પર જ બળીને ભડથું થઇ ગયા હતાં.
પોલીસે જણાવ્યું કે, નખત્રાણાના રહેવાસીઓ પ્રેમચંદભાઇ કિશનચંદ તુલસિયાણી (ઉ. વ. ૬૦), હિરેનગર રામગર ગોસ્વામી (ઉ. વ. ૨૧) તથા ભરતસિંહ શંભુસિંહ ચૌહાણ (ઉ. વ. ૨૧)ના ઘટનાસ્થળે જ અરેરાટીભર્યા મૃત્યુ થયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter