પાકિસ્તાની નાગરિકોને પ્રથમ વખત મત આપવાની તક

Wednesday 10th April 2019 08:16 EDT
 

ભુજઃ લોકસભાની ચૂંટણીના ગરમાવા વચ્ચે કચ્છમાં ૮૯ પૂર્વ પાકિસ્તાની નાગરિકોને પહેલીવાર સંસદસભ્યને ચૂંટવાની તક મળી છે. પાકિસ્તાની પરંતુ વર્ષોથી હિજરત કરી કચ્છમાં વસવાટ કરી રહેલા ૮૯ લોકોને છેલ્લા ૩ વર્ષ દરમિયાન ભારતીય નાગરિકોને પહેલીવાર સંસદસભ્ય ચૂંટવાની તક મળી છે.
જિલ્લા કલેક્ટર કચેરીમાંથી મળતી માહિતી અનુસાર, ૨૦૧૬માં ૧૭, ૨૦૧૭માં ૨૬ અને ૨૦૧૮માં ૪૬ પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરાઈ છે. કલેક્ટર સમક્ષ હજુ પણ ૨૩ અરજીઓ નિકાલ માટે પડતર છે. ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરનાર તમામ લોકો આધારકાર્ડ, ચૂંટણી ઓળખકાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે મેળવવા હકદાર છે.
કચ્છમાં વસવાટ કરનારા ૮૯ લોકોને ૨૦૧૯માં પહેલીવાર સાંસદને મત આપવાનો અધિકાર મળ્યો છે. ઉલ્લેખનીય છે કે કચ્છની જેમ રાજકોટ અને અમદાવાદમાં પણ સંખ્યાબંધ લોકોને ભારતીય નાગરિકતા મળી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter