ભાગેડુ નીતિન થોરાટ પકડાયો

Wednesday 04th December 2019 06:08 EST
 

ભુજઃ રાજ્યમાં ચકચારી પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળીની હત્યાના કેસમાં ધરપકડથી અત્યાર સુધી વંચિત રહેલો યરવાડા (પૂણે)નો નીતિન થોરાટ અંતે ૨૯ નવેમ્બરે ખાસ તપાસ ટુકડી સમક્ષ સામેથી હાજર થયો હતો. આ આરોપી પાસેથી મહત્ત્વની કડીઓ મળે અને તેના કારણે કેસની તપાસને મજબૂતી મળે તેવી સંભાવનાઓ જોવાઇ રહી છે. સીટની ટીમે નીતિન થોરાટ પકડાઇ ચૂકયો હોવાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે, નીતિન અમદાવાદમાં સામેથી હાજર થયો હતો. આ પછી તેની વિધિવત ધરપકડ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ હતી. નીતિન થોરાટના સાત દિવસના રિમાન્ડ મંજૂર થતાં કેસની કેટલીય ખૂટતી કડી જાણવા મળશે તેવું અનુમાન છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter