માત્ર છ માસ જન્મેલી નવજાત બાળકીના કાચા ફેફસાં મજબૂત કરીને શ્વાસ ચાલુ કરાયા

Wednesday 20th November 2019 06:31 EST
 

ભુજ: જનરલ હોસ્પિટલમાં ૬ માસે જન્મેલી અને માત્ર ૬૦૦ ગ્રામ વજન ધરાવતી બાળકીના અલ્પવિકસિત ફેફસાંને પૂર્ણ કદનું અને વિકસિત કરવામાં તબીબોને સફળતા મળતાં બાળકીને જીવતદાન મળ્યું હતું. અબડાસા તાલુકાના રામપરા ગામનાં મીરાબહેન હેમલિયાને તેમની બીજી પ્રસૂતિથી બાળકી જન્મી હતી. મીરાબહેનને ગાયનેક પ્રોબ્લેમ ઊભો થતાં તેમના હિત માટે ફક્ત ૬ મહિને નોમર્લ ડિલીવરી કરાવવી પડી હતી. માતા સ્વસ્થ રહી, પણ બાળકનું વજન ૬૦૦ ગ્રામ જેટલું જ હતું. તેનાં ફેફસાં અલ્પવિકસિત હતાં. બાળકીને સામાન્ય માણસની જેમ શ્વાસ લેતી કર્યા પછી દોઢ માસ પછી તેનું વજન પણ વધારીને બાળકીને બચાવી લેવાઈ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter