મોમ્બાસા લેવા પટેલ સમાજના પ્રમુખ પદે ધનજીભાઈ ઝીણા પિંડોરિયા

Wednesday 08th August 2018 06:59 EDT
 
 

મોમ્બાસા: કચ્છી લેવા પટેલ સમાજ, મોમ્બાસાની નવી સમિતિ રચનામાં પ્રમુખપદે ધનજીભાઈ ઝીણા પિંડોરિયાની પુન: નિયુક્ત થઈ છે.
 ૨૯મી જુલાઈએ યોજાયેલી જ્ઞાતિની સામાન્ય બેઠકમાં ધનજીભાઈ  ઉપરાંત ઉપપ્રમુખ પદે દિનેશભાઈ ધનજી હીરાણી, મંત્રી કલ્પેશ કુંવરજી નારદાણી, સહમંત્રી વિનોદ શિવજી હીરાણી, ખજાનચી વિમલભાઈ પ્રેમજી કેરાઈ, સહખજાનચી અશ્વિન વરસાણીની વરણી કરાઈ હતી. સમાજના યુવા ઉદ્યોગપતિ દાતા હસમુખભાઈ ભુડિયાના માર્ગદર્શન હેઠળ સમાજે આવાસ તથા મેડિકલ વીમા યોજનાને સાકાર કરી છે જે અન્ય સમાજો માટે પ્રેરણારૂપ બની છે ત્યારે નવી સમિતિ વડીલોએ ઊભી કરેલી સગવડોને વધુ સઘન બનાવવાના સંકલ્પ થયા હતા.

માતૃસંસ્થા તરીકે વિશ્વવાસી જ્ઞાતિજનોને બળ પૂરું પાડવાની નેમ લેવાઈ હતી. નવી સમિતિને ભુજ સમાજ પ્રમુખ હરિભાઈ હાલાઈ, એજ્યુ અને મેડિકલ ટ્રસ્ટ પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, પૂર્વ પ્રમુખ અરજણભાઈ પિંડોરિયા, આર.આર. પટેલ, આર.એસ. હીરાણી, યુ.કે. સમાજ પ્રમુખ માવજીભાઈ વેકરિયા, નાઈરોબી સમાજ પ્રમુખ ભીમજીભાઈ હાલાઈએ અભિનંદન આપ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter