યુએસએમાં કચ્છી યુવક ધીલન વેકરીયાએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું - વ્યથિત પિતાની સૌને અપીલ

Wednesday 24th July 2019 07:43 EDT
 
 

ન્યૂ યોર્કઃ યુએસએના મિનીસોટા સ્ટેટના ટ્વિન સિટી તરીકે ઓળખાતા સેન્ટ પોલ અને મિનીઆપોલીસ સિટીની મિનીસોટા યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ એન્ડ ફાયનાન્સનો અભ્યાસ કરતા ૨૨ વર્ષના તરવરીયા કચ્છી યુવાન ધીલન લખમન વેકરીયાએ ૧૫ જુલાઈ, સોમવારે મિસીસીપી નદીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું છે. કોલેજના એક હોશિયાર, રમૂજી, પ્રેમાળ વિદ્યાર્થી અને ડાન્સર તરીકે જાણીતા ધીલનની આ કરુણાંતિકા સર્જાતા એના કુટુંબીજનો સહિત કોલેજના સહાધ્યાયી અને સ્થાનિક અમેરિકન ઇન્ડિયન કોમ્યુનિટીમાં ભારે આઘાત સહિત શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ગયા સપ્તાહે ધીલનની અંતિમક્રિયામાં એના કોલેજના સહાધ્યાયીઓ સહિત મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્હાલસોયા દીકરાની અકાળે, અણધારી ચિરવિદાયથી શોકમગ્ન બનેલા ધીલનના પિતાજી લખમનભાઈ મનજી વેકરીયાએ ભારે હૈયે સૌને અપીલ કરતાં ધીલનની સ્મૃતિ જીવંત રહે એની યાદમાં gofundme.com ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવાને બદલે યથાશક્તિ દાન આપવા અપીલ કરી છે. અમેરિકન ફાઉન્ડેશન ફોર સુસાઇડ પ્રિવેન્સન (AFSP) નામની આ સંસ્થાને આ એકત્ર થયેલું દાન અર્પણ કરવામાં આવશે. વેકરીયા પરિવારમાં જે કરુણાંતિકા સર્જાઈ એવી આ દુઃખદ, અઘટિત ઘટના બનવા ના પામે એવા આશય સાથે વેકરીયા પરિવારે દીકરા ધીલનની યાદમાં આ અપીલ જાહેર કરી સૌને gofundme.comમાં સહકાર આપવા અપીલ કરી છે. આ વેબસાઇટ પર અમેરિકન યુવાન યુવતીઓએ લગભગ ૧૦,૦૦૦ ડોલરનું ડોનેશન આપ્યું હોવાનું જોવા મળે છે. યુ.કે.માંથી જે કોઈએ વેકરીયા પરિવારને સહકાર આપવો હોય તેઓએ ઉપરોક્ત વેબસાઇટ પર
જવા વિનંતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter