રૂ. એક કરોડના બ્રાઉનસુગર સાથે માંડવીમાં બે ઝડપાયા

Wednesday 31st July 2019 07:37 EDT
 

અમદાવાદઃ એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે ભુજના માંડવીમાંથી બે જણાને રૂ. એક કરોડની કિંમતના બ્રાઉનસુગર સાથે રવિવારે ઝડપી લીધા હતા. બંને આરોપી માંડવીમાં ડિલિવરી આપવા બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા.
ઇન્ટરનેશનલ માર્કેટમાં એક કરોડની કિંમત ધરાવતા બ્રાઉનસુગરના જથ્થા સાથે બે વ્યક્તિ માંડવીમાં ડિલિવરી આપવા માટે આવવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે એટીએસ અમદાવાદથી માંડવી રવાના થઈ હતી. માંડવીથી બે કિ.મી. દૂર કોડાઈ ત્રણ રસ્તા પાસે જલારામ અન્નક્ષેત્ર નજીક બાઈક પર પસાર થઈ રહેલા સામેજા નાસીરહુસેન ઉર્ફે રાજા (માંડવી) તથા ઉમર વાઘેર (કાછડા, માંડવી)ને રોકી તપાસ કરતા તેમની પાસેથી રૂ. એક કરોડની કિંમતનું બ્રાઉનસુગર મળી આવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter