લાંચ માગવાના કેસમાં કેરાના સરપંચની ધરપકડ

Wednesday 17th July 2019 07:15 EDT
 

ભુજઃ કેરા ગામમાં જૂના મકાનને પાડીને તેની જગ્યાએ દુકાનો બનાવવાની યોજના માટે ગ્રામ પંચાયત પાસેથી મંજૂરી મેળવવા સરપંચ દિનેશભાઇ મહેશ્વરી પાસે અરજદાર દ્વારા અરજી કરાઈ હતી. અરજદાર પાસેથી સરપંચે રૂ. ૮૦ હજારની રકમની લાંચની માગણી કરી હોવાનું અરજદારે ભુજના લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોમાં નોંધાવ્યું હતું. કેસમાં સરપંચની ધરપકડ કરાઈ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter