વિઘાકોટથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો

Saturday 30th November 2019 05:35 EST
 
 

ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિમાં અજાણ્યા માણસની ઘૂસણખોરીને મામલે સીમા સુરક્ષાદળો સજાગ રહે છે.
તાજેતરમાં ભારત-પાકિસ્તાનની વિઘાકોટ, કચ્છની સરહદેથી ૨૩મીએ સીમા સુરક્ષાદળે એક પાકિસ્તાની ઘૂસણખોરને પકડ્યો છે. આશરે ૪૦ વર્ષીય આ ઘૂસણખોરનું નામ રમઝાન માલૂમ પડ્યું છે. સીમા સુરક્ષાદળના અધિકારીએ જણાવ્યું કે, રમઝાન માનસિક રીતે અસ્થિર લાગે છે અને તે કોઈ સવાલના જવાબ સ્પષ્ટ રીતે આપતો નથી. જેથી તેના અંગેની વિગતો જાણવામાં મુશ્કેલી પડી રહી છે. આ ઘૂસણખોરની તપાસ કરતાં તેની પાસેથી કોઇ વસ્તુ પણ મળી આવી નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter