હરામીનાળામાં ફરી બિનવારસી બોટ મળી

Wednesday 18th December 2019 06:28 EST
 

નારાયણ સરોવરઃ કચ્છના હરામીનાળા પાસે ૧૫મી ડિસેમ્બરે પેટ્રોલિંગ કરી રહેલી બીએસએફને બિનવારસુ પાકિસ્તાની માછીમારી બોટ મળી આવતાં એજન્સીઓ દોડદામ શરૂ થઇ હતી. વળી, આ લાકડાંની બોટમાં સવાર પાકિસ્તાની માણસો પરત ભાગી જવામાં પણ સફળ થયાં છે. આ બોટસવારોને શોધવા માટે બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે ૧૬મી સુધી કોઇ હાથ લાગ્યું ન હતું.  મળી આવતાં એજન્સીઓ ચોંકી ઉઠી હતી. બોટની તપાસ કરતા તેમાંથી માત્ર માછીમારીનો સાધનો મળી આવ્યા હતાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter