ગુજરાતના ૮ શહેર વચ્ચે ટૂંક સમયમાં આંતરરાજ્ય ફ્લાઈટ શરૂ કરાશે

Wednesday 23rd June 2021 06:26 EDT
 
 

 અમદાવાદઃ ગુજરાતમાં કુલ પાંચ રૂટ પર આંતરરાજ્ય ફ્લાઇટ શરૂ કરવા માટેનો ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ-ભૂજ-રાજકોટ-અમદાવાદ,અમદાવાદ-કેશોદ-પોરબંદર-અમદાવાદ, સુરત-અમદાવાદ-સુરત, સુરત-ભાવનગર-સુરત અને સુરત-અમરેલી-સુરતનો સમાવેશ થાય છે. 'ઉડાન' યોજના હેઠળ આ પ્રસ્તાવિત ફ્લાઇટ શરૂ કરવા માટેની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આગામી સમયમાં આ ફ્લાઇટ માટે બિડ મૂકવામાં આવે તેની પણ સંભાવના છે. આ ફ્લાઇટ સપ્તાહમાં ૬ દિવસ માટે ઉડાન ભરશે અને એક દિવસ મેઇન્ટેનન્સ માટે આપવામાં આવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter