ગુજરાતમાં મેડિકલ ડિવાઇસ-બલ્ક ડ્રગ પાર્કને ટૂંક સમયમાં મંજૂરી: માંડવિયા

Sunday 29th December 2019 11:56 EST
 
 

અમદાવાદઃ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ૧૯મી ડિસેમ્બરે કહ્યું છે કે, દેશમાં મેડિકલ ડિવાઈસીસ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે અને ફાર્મા સેક્ટરમાં ગુજરાતનો હિસ્સો ૩૩ ટકા છે. ગુજરાતમાં મેડિકલ ડિવાઈસીસના ઉત્પાદન અને એક્ટિવ ફાર્મા ઈન્ગ્રિડિએન્ટ બલ્ક ડ્રગના ઉત્પાદન માટે અલગ પાર્ક બનશે. આ હેતુસર રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત પણ કરાઈ છે અને તેને ટૂંક સમયમાં તેને મંજૂરી અપાશે.
‘ઈન્ડિયા ફાર્મા એન્ડ ઈન્ડિયા મેડિકલ ડિવાઈસ, ૨૦૨૦’ના આયોજન માટે યોજાયેલા કર્ટેઈન રેઈઝર કાર્યક્રમમાં મનસુખ માંડવિયાએ કહ્યું કે, આ પ્રકારના પાર્કમાં ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થઈ શકે તેમજ એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જેવી કોમન સુવિધા ઉભી કરવા કેન્દ્ર સહાય કરશે. ફાર્મા ક્ષેત્રે રિચર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. ચીનની તુલનાએ આપણે આ ક્ષેત્રે પાછળ છીએ. આ ક્ષેત્રે ખાનગી કંપનીઓની ભાગીદારી વધે તે જરૂરી છે. સરકાર આ ક્ષેત્રે ૫૦ ટકા ખર્ચ સરકાર આપશે. હાલ ભારતમાં ૬૦ ટકાની કાચા માલની આયાત થાય છે અને તે માટે ચીન પર આધાર રાખવો પડે છે. આસામ, તેલંગણા, આંધ્ર પ્રદેશ અને હિમાચલમાં આવા પાર્ક માટે સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. કેન્દ્રીય પ્રધાન સદાનંદ દેવગૌડાએ કહ્યું કે, ૨૦૨૫ સુધીમાં ભારતીય ફાર્મા ઉદ્યોગ વધીને ૧૦૦ અબજ ડોલર થઈ શકશે. મેડિકલ ડિવાઈસિસ ઉદ્યોગ ૫૦ અબજ ડોલરને આંબી જશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter