જુગાર રમવા મધ્ય પ્રદેશ ગયેલા ૬૩ ગુજરાતીની ધરપકડ

Friday 09th August 2019 06:09 EDT
 

અલીરાજપુરઃ ગુજરાત સરહદે મધ્ય પ્રદેશની હદમાં અલીરાજપુર જિલ્લાના અંધારકાંચ ગામમાં રવિવારે પોલીસે એક મકાનમાં દરોડા પાડીને જુગાર અને સટ્ટો ખેલતા ૬૪ લોકોની ધરપકડ કરી હતી. આ ૬૪ લોકોમાંથી ૬૩ લોકો ગુજરાતના હતા. આ બધા જ લકઝરી કારમાં શોખથી જુગાર રમવા મધ્ય પ્રદેશ ગયા હતા. તેમની પાસેથી રૂ. પાંચ લાખ રોકડા તથા ૫૬ મોબાઇલ ફોન જપ્ત થયા હતા.
મોટા ભાગના દક્ષિણ ગુજરાતના
શ્રાવણ માસમાં જુગાર રમવા માટે લોકો નીતનવા નુસખા અપનાવતા હોય છે. ગુજરાતમાં જુગાર રમતા પકડાવાના ડરે મધ્ય પ્રદેશના એક ગામમાં રમવા ગયા હતા.
પોલીસે કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું કે, મોટાભાગના જુગારીઓ બરોડા, રાજપીપળા, છોટાઉદેપુર અને સુરતથી રમવા ગયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter