ઠાકોરસેનાના ટુકડાંઃ રોયલ ક્ષત્રિય સેના રચાઈ

Wednesday 06th February 2019 05:44 EST
 

અમદાવાદઃ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના એકહથ્થુ શાસન-નિર્ણય સામે ઠાકોરોએ જ વિરોધ નોંધાવતા ઠાકોર સેના સામે રોયલ ક્ષત્રિય સેનાની રચના કરાઈ છે.
ઠાકોર સેનામાં મનસ્વી રીતે હોદ્દા ફાળવી દેવાતાં ઠાકોરોએ અલ્પેશ ઠાકોર સામે જ જંગ છેડતાં આ પરિણામ આવ્યું હોવાનું કહેવાય છે. એક સમયે અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી પોતાના દીકરાના માથે હાથ રાખીને રાજકારણમાં નહીં જવાના સોગંદ લીધા હતા. છતાંય ઠાકોરસેનાના નામે રાજકારણમાં ઝંપલાવી ધારાસભ્ય બન્યા આ મુદ્દો ઠાકોરસેનાના બળવાખોરોએ ઊઠાવ્યો છે. ઠાકોરસેના એક વખતે બિનરાજકીય સંસ્થા હતી જે હવે સંપૂર્ણપણે રાજકીય બની રહી છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે. ઠાકોર જ કહી રહ્યાં છે કે અલ્પેશ ઠાકોર ઠાકોરસેનાના નામે કોંગ્રેસને ડરાવે છે. તેથી રોયલ ક્ષત્રિય સેના બનાવાઈ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter