અમેરિકામાં વલસાડના આધેડની હત્યાઃ મોટેલ રૂમમાંથી મૃતદેહ મળ્યો

Wednesday 10th April 2019 07:03 EDT
 

વલસાડઃ વલસાડના કલવાડાના વતની અને વર્ષો અગાઉ અમેરિકા સ્થાયી થયેલા ભીખુભાઈ પટેલની તાજેતરમાં હત્યા થયાનું ખૂલ્યું છે. ભીખુભાઈનો મૃતદેહ એક મોટેલના રૂમમાંથી મળ્યો હતો. અમેરિકી પોલીસે આ હત્યાનો કેસ જોકે ૪૮ કલાકમાં જ સોલ્વ કરી તેના હત્યારાઓની ધરપકડ પણ કરી છે.
કલવાડાના ભીખુભાઈ પટેલ (ઉં. ૬૦) અમેરિકાના સવાનાહમાં મોટેલ સ્ટાલિઓનમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. ૩૧મી માર્ચે, રવિવારે તેઓ કાઉન્ટર પર ન હતા તેથી ત્યાં આવેલા એક ગ્રાહકે પોલીસને ફોન કરી બોલાવી હતી.

પોલીસે તપાસ કરતાં તેમનો મૃતદેહ મોટેલના રૂમ નં. ૯માંથી મળી આવ્યો હતો. તેમને માર મારીને તેમની હત્યા કરાઈ હોવાનું જણાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં તેમણે મોટેલમાં રહેતી એક મહિલા અને નજીકમાં રહેતી મહિલાઓના નિવેદન લઈ હત્યારાઓને પકડી પાડ્યા હતા. હત્યારાઓમાં એક પુરુષ અને એક સ્ત્રીની પોલીસે ધરપકડ કરી હતી. જોકે, તેણે કયા કારણોસર તેમની હત્યા કરી તે હજુ સુધી બહાર આવી શક્યું નથી. ભીખુભાઈ અમેરિકામાં સેટ થયેલા હતા, પરંતુ તેમના બે પુત્રો કલવાડામાં જ રહે છે. આ ઘટના બાદ તેમના ઘરમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter