એક્સપાયરી ડેટના રેમડેસિવિર વેચનાર ભાજપના નેતા પુત્ર

Friday 30th April 2021 05:21 EDT
 

સુરતઃ કોરોના સંક્રમિત દર્દીઓ માટે અત્યંત જરૂરી એવા એક્સપાયરી ડેટ વાળા રેમેડિસિવિર ઇન્જેક્શન વેચવાના પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. એક્સપાયરી ડેટના ઇન્જેક્શન વેચનાર જમીન દલાલ પાંડેસરાના ભાજપના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલના પુત્રને ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં રજૂ કરી ૩ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.
આ પ્રકરણની તપાસ પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાંચને સોંપાઈ હતી. ઇન્જેક્શનના બોક્સ પર એક્સાપયરી ડેટમાં માર્કર પેનથી ચેડા કરી કોરોના સંક્રમિત દર્દીના સંબંધીને રૂ. ૫૪૦૦ની પ્રિન્ટેડ ભાવનું ઇન્જેક્શન રૂ. ૭૦૦૦માં વેચનાર દિવ્યેશ સંજય પટેલને કોર્ટમાં રજૂ કરી ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટ દ્વારા દિવ્યેશના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter