ખ્રિસ્તી ધર્મગુરુ પાસે જનાર આદિવાસીઓને સરકારી લાભ નહીંઃ ખ્રિસ્તીઓમાં રોષ

Wednesday 12th December 2018 06:45 EST
 

વાંસદાઃ આદિજાતિ અને પર્યાવરણ પ્રધાન રમણલાલ પાટકરે વતન ઉમરગામમાં કહ્યું કે, ખ્રિસ્તી ધર્મગુરુ પાસે જનાર આદિવાસીને સરકારી લાભ નહીં અપાય. આ વિવાદાસ્પદ નિવેદનથી ચકચાર મચી છે. આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડાંગનાં ખ્રિસ્તી સમુદાયોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. રાજ્યનાં આદિજાતિ અને પર્યાવરણ પ્રધાન અને ડાંગ જિલ્લાનાં પ્રભારી પ્રધાન રમણલાલ પાટકરે ઉમરગામમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં ખ્રિસ્તી ધર્મગુરુ પાસે જનાર આદિવાસીઓને સરકારી લાભ નહીં આપવાનો અને ભીલીસ્તાન ટાઈગર સેનામાં નહીં જોડાવા અપીલ કરતું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જે ચેનલો સહિત સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડાંગનાં ખ્રિસ્તી સમુદાયોમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ડાંગ સહિત ધરમપુર, કપરાડા વિસ્તારમાં મોટાપાયે ખ્રિસ્તીઓની વસ્તી હોવાથી ખ્રિસ્તી ધર્મનાં નેતાઓ પણ ચુંટાઈ આવ્યા છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી ટાણે જ ડાંગ પ્રભારી પ્રધાનનાં વિવાદાસ્પદ નિવેદનથી ખ્રિસ્તી ધર્મબંધુઓમાં ભાજપ પ્રત્યે નકારાત્મક વલણ સર્જાય તો ચૂંટણીનાં સમીકરણો બદલાય તેવી શક્યતા નકારી શકાતી નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter