નવસારી દરિયામાં બે માછીમારો લાપતા

Wednesday 31st July 2019 07:26 EDT
 

સુરતઃ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામના પાંચ માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયાં હતાં. દરિયામાં ભારે વરસાદના કારણે હોડી બેકાબૂ બનતાં પલટી મારી ગઈ હતી. જેમાં પાંચ માછીમારોમાંથી ત્રણ કાંઠે પહોંચવામાં સફળ રહ્યા હતાં. જ્યારે બે લાપતાં બન્યા હતા. જેમને શોધવા માટે કોસ્ટગાર્ડ અને ફાયરબ્રિગેડ દ્વારા અભિયાન હાથ ધરાયું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter