વલસાડના સાંસદ કે. સી. પટેલ લોકસભામાં ઊંઘતા ઝડપાયા

Wednesday 17th July 2019 07:19 EDT
 
 

વલસાડઃ લોકસભામાં ૧૨મી જુલાઈએ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન વલસાડના સાંસદ ડો. કે. સી. પટેલને જોકું આવી જતાં તેઓ લોકસભામાં ઊંઘતા ઝડપાયા હતા. તેમનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં રમૂજ ફેલાયું છે.
આ સાથે જ જો તેઓ શારીરિક અને માનસિક રીતે અનફીટ હોય તો રાજીનામું લઇને ઘરે બેસાડી દેવા જોઇએ તેવી ટકોર પણ સોશિયલ મીડિયામાં થઈ હતી.
લોકસભાની ચૂંટણીમાં ભાજપે વલસાડમાં ડો. કે. સી. પટેલને ભાજપના જ ૪ ધારાસભ્યોના વિરોધ વચ્ચે ફરી ટિકિટ આપી હતી. પ્રચાર દરમિયાન વાંસદામાં પાર્ટીની સભામાં તેઓ મંચ પર ઊંઘી ગયા હતા.
એ પછી ધરમપુરના હનમતમાળ ગામે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ભાષણમાં પણ તેઓ મંચ પર જ ઝોકે
ચઢયા હતા. આ બંને ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં, સાંસદની ફિટનેસને લઇને પ્રશ્નો ઉઠયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter