સુરતની હોસ્પિટલના કોવિડ ICUમાં અગ્નિકાંડ, પાંચના મોત

Thursday 29th April 2021 04:35 EDT
 

સુરતઃ શહેરના લાલ દરવાજા ખાતે આવેલી હોસ્પિટલના કોવિડ આઈસીયુમાં આગ દુર્ઘટના બાદ અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા પાંચ દર્દીનાં મોત થયા છે.  રાત્રે ચાર અને સવારે સારવાર દરમિયાન એક દર્દી સહિત કુલ પાંચ દર્દીઓએ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. મૃતકોના પરિજનોએ હોસ્પિટલ તંત્ર વિરુદ્ધ બેદરકારીના આક્ષેપ કર્યા હતા. આટલી મોટી હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીનાં સાધનો પૂરતા ન હતાં. લાલ દરવાજા ખાતે આવેલી આયુષ હોસ્પિટલના પાંચમા માળે કોવિડના વોર્ડમાં મોડીરાત્રે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ફાયરના જણાવ્યા અનુસાર પાંચમા માળે આઇસીયુમાં એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. થોડીવારમાં આગ વોર્ડમાં ફેલાઇ ગઇ હતી. દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમાંથી ત્રણ દર્દીનું સંજીવની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. એક મૃતક મોટાભાગના દર્દી અન્ય હોસ્પિટલમાં શિફ્ટિંગ દરમિયાન મૃત્યુ પામ્યા હતાં. ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા બિલ ચૂકવ્યું છતાં અમારા સ્વજનો બચી શક્યા નથી. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter