સૌરાષ્ટ્ર પટેલ સમાજઃ રૂ. ૧૦૦ કરોડના ખર્ચે બોયઝ ગર્લ્સ હોસ્ટેલ તથા અતિથિ ભવનનું ભવ્ય નિર્માણ

Wednesday 18th March 2020 06:30 EDT
 

સુરતઃ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત હવે ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે તમામ સુવિધા સાથે હોસ્ટેલ અને અતિથિ ભવનનું નિર્માણ કરશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી તથા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત મહાનુભાવો અને સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં ટૂંક સમયમાં ભૂમિપૂજન તથા ખાત મુહૂર્તવિધિ સમારોહનું આયોજન કરાશે તેવ સમાજ દ્વારા જણાવાયું છે.
સુરતમાં ૧૨ લાખથી વધુની વસ્તી ધરાવતા સૌરાષ્ટ્ર પટેલ સમાજની એકપણ હોસ્ટેલ નથી. અતિથિ ભવન પણ નથી. આ ખોટ પૂરી કરવા જમીન ઉપરાંત, રૂ. ૧૦૦ કરોડના ખર્ચે બોય્ઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ તથા અતિથિ ભવનના નિર્માણ કાર્યો થશે. તરફથી ૨૦૦૯ના વર્ષમાં સુરતના વરાછા રોડ નજીકના વાલક પાટિયા ખાતે ૯૦૦૦ ચો. વાર જમીન ખરીદાઈ હતી. સરથાણા અને વાલક એમ બે વિભાગમાં આવેલી આ જગ્યામાં વિદ્યાર્થી ભવનનું નિર્માણ થનાર છે. આ અંગે ૮મી માર્ચે જનજાગૃતિ મિટિંગમાં આરોગ્ય પ્રધાન કિશોરભાઇ કાનાણીએ વિદ્યાર્થી ભવન બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી.
આ સદકાર્યો માટે અત્યાર સુધીમાં રૂ. ૧૧ કરોડથી વધુનું દાન નોંધાયું હોવાનું જણાવાયું હતું. એક રૂમના રૂ. ૫ લાખ તથા ૧ ચો.મી. ભૂમિપૂજન માટે રૂ. ૧૧૦૦૦ નક્કી થયાનું સમાજ દ્વારા જણાવાયું છે. મહિલા હોસ્ટેલ માટે ખૂબ મોટો આવકાર મળી રહ્યો છે હવે મહિલાઓ પણ ટ્રસ્ટી તરીકે જોડાઇ તે માટે સમાજ તરફથી અપીલ કરવામાં આવી છે. આ નવીન કાર્યો માટે એનઆરઆઈ દાતાઓ દ્વારા પણ પૂરતો સહયોગ મળી રહે તેવી વિનંતી કરવામાં આવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter