૪૦૦ જાનૈયાઓની હાજરીમાં કૂતરા-કૂતરીનાં લગ્ન થયા

Monday 27th April 2015 12:38 EDT
 

સુરતઃ અત્યારે લગ્ન પ્રસંગની મોસમમાં અનેક સ્થળે લગ્ન થઇ રહ્યા છે, પરંતુ સુરતમાં ૨૬ એપ્રિલે એક અનોખા લગ્ન યોજાયા હતા. શહેરના નવાગામના શિવહીરાનગરમાં ગુડુલી નામના કૂતરા અને મોતી નામની કૂતરીને રીત-રિવાજ મુજબ પરણાવાયા હતા. વરરાજાની જેમ રિક્ષામાં ઢોલ-નગારા સાથે ગુડુલી મોતીના ઘરે પરણવા ગયો હતો. બંનેનાં લગ્ન થયાની ખુશીમાં ૪૦૦થી વધુ જાનૈયાઓને શાકાહારી-માંસાહારી જમણ પીરસાયું હતું.

મૂળ ઓરિસ્સાના અને શિવહીરાનગરમાં રહેતા અભિમન્યુ ગંજ્જુ નાઈકને અને તેમની પ્રતિમાને દામ્પત્ય જીવનમાં કોઇ સંતાન ન હોવાથી તેમણે મોતી નામની એક પોમેરિયન કૂતરી પાળી સંતાનની જેમ તેનો ઉછેર કર્યો હતો. આ દરમિયાન એકાદ માસ પહેલા પ્રતિમાને મોતી પાછળ નવાગામ ગોવર્ધનનગરમાં રહેતા બબલુ ગોડ અને રાજેશ્વરી ગૌડે પાળેલો ગુડુલી નામનો પોમેરિયન કૂતરો પાછળ પાછળ આવતો હોવાની જાણ થઈ હતી. કૂતરાની માલકીન રાજેશ્વરીએ રમૂજમાં તેણીને બંનેને પરણાવી દઈએ કહેતા વાત ખરેખર બંનેના લગ્ન સુધી પહોંચી હતી, અને બંને પરિવારોએ શુભમુહૂર્ત જોઈ સમાજના રીત-રિવાજ મુજબ બ્રાહ્મણ દ્વારા લગ્ન કરાવ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter