દિલ હૈ કી માનતા નહીં... ૮૦ વર્ષના પત્ની પુરુષમિત્ર પાસે જતા રહેતા કોર્ટમાં અરજી

Wednesday 23rd June 2021 03:55 EDT
 

અમદાવાદ: લગ્નજીવનમાં અને તે પણ જીવનસંધ્યાએ જીવનસાથી સાથેનો સંબંધ સૌથી વધુ મજબૂત આધાર ગણાય છે, પરંતુ ઢળતી ઉંમરે જીવનસાથી છોડી જવાની ઘટના બનતા હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરાઇ છે. પતિની નોકરી દરમિયાન વર્ષોથી શરૂ થયેલા પત્નીના લગ્નેત્તર સંબંધોની જાણ પતિને નિવૃત્તિ બાદ થઈ છતાં પત્ની સાથે રહેતા ૮૨ વર્ષીય અમિષ શાહ (નામ બદલ્યાં છે)ને મૂકીને તેમનાં પત્ની કૈરવીબેન શાહ તેમની જ સોસાયટીમાં રહેતા પુરુષમિત્રને ઘરે રહેવા જતા રહ્યાં હતાં. પુત્રવધૂ અને અમિષભાઇએ સમજાવવા છતાં પાછા ન આવતા કોર્ટમાં અરજી કરાઇ છે.
વાસણામાં રહેતા અને કેન્દ્ર સરકારમાં નોકરી કરતા અમિષ શાહની સતત બદલી થતી હોવાથી પત્નીના અફેર વિશે અવગત નહોતા. ગત વર્ષે લોકડાઉન પહેલાં કૈરવીબેન શાહના પુરુષમિત્રના પત્ની કોરોનાને લીધે મૃત્યુ પામ્યા હતા. તેમના સંતાનો વિદેશમાં રહેતા હોવાથી વિમલભાઇ ઠક્કર એકલા પડતા, લોકડાઉનમાં જમવાની અગવડ પડતા ૮૦ વર્ષીય કૈરવીબેન શાહ વિમલભાઇને તેમના ઘેરથી જમવાનું આપવા જતા હતા. કૈરવીબેને જાતે જમવાનું આપવા જઇ ૨-૩ કલાક પછી ઘરે આવતા પરિવારે નારાજગી દર્શાવતા કૈરવીબેનનું મળવાનું વધી ગયું હતું. પુત્રવધૂએ જમવાનું આપવાનું બંધ કરતાં, એક દિવસ કૈરવીબેને પરિવારને જાણ કરી હતી કે તેમના સંબંધ છેલ્લા ૩૪ વર્ષથી છે અને તે પતિ સાથે રહેવા માગતા નથી.
૬ માસ પહેલાં કૈરવીબેન પરિવારને જાણ કર્યા વગર ગાયબ થઇ ગયા હતા. સોસાયટીમાં રહેતા વિમલ ઠક્કર પણ ઘર બંધ કરીને જતા રહ્યાં. પુત્રવધૂએ સાસુને શોધવા ફરિયાદ કરી હતી. પરંતુ ૮૨ વર્ષીય અમિષ શાહે તેમના પત્ની અંગે ફરિયાદ નહીં કરવાનો નિર્ણય કર્યો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter