નિરમા જૂથ ઇમામી સિમેન્ટને રૂ. ૫૫૦૦ કરોડમાં ખરીદશે

Wednesday 12th February 2020 06:05 EST
 
 

અમદાવાદઃ નિરમા જૂથ ઇમામી સિમેન્ટ લિ. (ઇસીએલ)ને રૂ. ૫૫૦૦ કરોડમાં ખરીદશે. તેવા અહેવાલ છે. ઇસીએલ રિસ્દાહ, છત્તીસગઢમાં એક ઇનટિગ્રેટેડ પ્લાન્ટ, તેમજ બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓરિસામાં વાર્ષિક ૮.૩ મિલિયન ટનના સ્થાપિત ક્ષમતાના ગ્રાઇન્ડિંગ એકમો ધરાવે છે. આ ઉપરાંત છત્તીસગઢ, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાં માઇનિંગ લિઝ પણ ખરીદી લેવાયા છે.
આ તમામ ખરીદી નિરમા જૂથની પેટા કંપની નુવોકો વિસ્ટાસ કૉર્પો. લિ. કરી રહી છે. આ હસ્તાંતરણને કારણે નુવોકોની પૂર્વીય, ઉત્તરીય અને પ. ભારતમાં કુલ સિમેન્ટ ક્ષમતાને ૨૩.૫ મિલિયન ટન સુધી લઈ જશે અને ૬૦થી વધુ રેડી મિક્સ પ્લાન્ટ થશે. આ ડિલમાં જોજોબેરા પ્લાન્ટમાં ચાલી રહેલા વિસ્તરણનો પણ સમાવેશ થાય છે. નુવોકોનું સિમેન્ટ વેચાણ હવે ૧૨ રાજ્યો છત્તીસગઢ, ઓરિસા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત - એનસીઆર રિજન, પંજાબ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સુધી ફેલાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter