ન્યૂ યોર્કના ડેપ્યુટી મેયર પદે મીરા જોશી

Friday 14th January 2022 04:27 EST
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકાના મહાનગર ન્યૂ યોર્કના ડેપ્યુટી મેયર (ઓપરેશન્સ) પદે મીરાં જોશીની વરણી થઇ છે. આ સાથે જ તેમણે આ સ્થાને પહોંચનારા પ્રથમ ભારતીય-અમેરિકન બન્યાં છે. સરકારની વિવિધ એજન્સીઓ સાથે કામ કરવાનો ૧૬ વર્ષનો અનુભવ ધરાવતાં મીરા જોશી મેયર એરિક એડમ્સની ટીમના સભ્ય તરીકે કામ કરશે. ઉલ્લેખનીય છે કે વ્યવસાયે એટર્ની મીરા જોશી ભૂતકાળમાં ન્યૂ યોર્ય સિટી ટેક્સ એન્ડ લિમોઝિન કમિશનના વડા તરીકે પાંચ વર્ષ કાર્યભાર સંભાળી ચૂક્યા છે. એરિક એડમ્સે કુલ પાંચ મહિલા ડેપ્યુટી મેયરની નિમણૂક કરી છે તેમાંના એક જોશી છે.
પોતાની નિમણૂક અંગે આનંદ વ્યક્ત કરતા મીરા જોશીએ જણાવ્યું હતું કે મેયર એરિક એડમ્સ સાથે કામ કરવાની તક મળવા બદલ હું ખૂબ જ સન્માન અને આનંદની લાગણી અનુભવું છું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter