પરસોત્તમ સોલંકીના રિસામણાં પૂરાં

Wednesday 10th January 2018 07:18 EST
 
 

ગાંધીનગર: નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પછી ખાતા ફાળવણી મામલે નારાજગી વ્યક્ત કરનાર વધુ પરસોત્તમ સોલંકીને સમજાવવામાં સરકાર અને પાર્ટીને સફળતા મળી છે. પ્રધાન મંડળના વિસ્તરણ વખતે મહત્ત્વના ખાતા ફાળવવા અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ખાતરી આપતા પરસોત્તમ સોલંકી માની ગયા છે અને કચેરીએ પહોંચીને રૂપાલાએ ચાર્જ સંભાળી લીધો હતો.
મુખ્ય પ્રધાને વિધિવત કાર્યભાર સંભાળ્યો એ જ દિવસે રાજ્યકક્ષાના પ્રધાન પરસોત્તમ સોલંકી કોળી સમાજના આગેવાનો સાથે તેમને મળવા પહોંચ્યા હતા અને પોતાને મત્સ્યઉદ્યોગ સિવાય મહત્ત્વના ખાતાની ફાળવણી કરવા જણાવ્યું હતું. સોલંકીએ કેબિનેટમાં હાજરી આપવાનું ટાળ્યું હતું.
સોલંકીએ કહ્યું કે, અમે કેબિનેટ કક્ષા કે કોઈ ચોક્કસ ખાતાની માગણી કરી નથી. અમારી લાગણી માત્ર એટલી છે કે મત્સ્યોદ્યોગ ઉપરાંત મહત્ત્વના ખાતા અપાય તો કોળી સમાજ અને ઓબીસી સમાજની સેવા થઈ શકે. મુખ્ય પ્રધાને ટૂંક સમયમાં વિસ્તરણ વખતે ખાતા ફાળવવાની ખાતરી આપી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter