બટાટા સિટી ડીસા બન્યું ટેટીનું હબ

Wednesday 10th April 2019 08:14 EDT
 
 

ડીસાઃ બનાસકાંઠાના ખેડૂતો હવે ઉનાળામાં નવી ખેતી તરફ વળ્યા છે. શક્કર ટેટી અને તરબૂચની ખેતી બનાસકાંઠામાં આધુનિક પદ્ધતિથી થઈ રહી છે અને આ વર્ષે પાંચ હજાર હેક્ટરથી વધુમાં ટેટીનું વાવેતર થવા પામ્યું છે. બનાસકાંઠાની ટેટી સમગ્ર દેશ અને દુબઈમાં વખણાઈ રહી છે.
બનાસકાંઠા અને ડીસા એ આમ તો બટાટા નગરી તરીકે સમગ્ર દેશમાં જાણીતું છે. ગુજરાતમાં બટાટાની શરૂઆત ડીસાની બનાસ નદીમાંથી થઈ હતી. બાદમાં શક્કર ટેટી અને તરબૂચ પણ બનાસનદીમાં થતાં હતાં, પરંતુ સમય જતાં નદીમાં નીર સુકાયા અને બટાટાનું વાવેતર ખેતરોમાં શરૂ થયું તેમ વર્ષો બાદ શક્કર ટેટી અને તરબૂચનું વાવેતર ખેતરોમાં શરૂ થયું તેમ વર્ષો બાદ શક્કર ટેટી અને તરબૂચનું વાવેતર પણ ખેતરોમાં શરૂ થયું હતું.
બનાસકાંઠાનાં ખેડૂતો ૨૦૦૮માં ઇઝરાયેલ ગયા અને ત્યાં ટેટીનાં વાવેતરની આધુનિક રીત જોઈ ડીસાનાં ખેડૂતો એક એકરમાં વાવેતર શરૂ કર્યું અને ચાલુ વર્ષે સાલે પાંચ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. ખાસ કરીને બનાસકાંઠાનાં ડીસામાં મોટાભાગના ખેતરોમાં ટેટીનું વાવેતર જોવા મળી રહ્યું છે. ગત વર્ષે સારા ભાવ અને ઉત્પાદનને જોતાં આ વર્ષે ગત વર્ષ કરતાં વધુ વાવેતર થયું છે.
બનાસકાંઠાની ટેટી દેશ નહીં પરંતુ વિદેશમાં પણ વખણાઈ રહી છે. ડીસા બનાસકાંઠા પંથકમાં ઉનાળામાં આમ તો બાજરી, મગફળીનું વાવેતર થતું હતું, પરંતુ છેલ્લા દસ વર્ષથી ધીરે ધીરે ખેડૂતો શક્કર ટેટી અને તરબૂચ તરફ વળ્યાં છે અને ખેડૂતો આ ખેતીમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter